મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE





ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ કારખાના નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ યુનાઇટેડ ઇન્સ્ટેટીસાઈડ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રવિન્દ્ર રણજીતભાઈ વસાવા (32) નામના યુવાને લજાઈ ચોકડીએ કારખાના પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ભગવાન ખટાણા દ્વારા કરવામાં આવી હતી હતી અને કારખાના સુપર વાઇઝર પાસેથી મળતી માહિતી મુજબ પતિ પતિની વચ્ચે કોઈ કારણોસર કલેશ હતો જેથી તેઓ ઘરે વતનમાં જવાના હતા અને મૃતક રવિન્દ્રભાઈની પત્ની રૂમમાં કાપડ લેવા માટે ગઈ હતી તેટલી વારમાં તેઓએ કારખાના પાસે આવેલ દુકાન નજીક ઝેરી દવા પી લીધેલી હતી જેથી તેઓનું મોત નીપજયું છે અત્રે ઉલેખનીય છે કે, રવિન્દ્રભાઈ તેના પિતાનો એકનો એક દીકરો હતો અને રવિન્દ્રભાઈને સંતનમાં એક 6 વર્ષનો દીકરો છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ સદાશિવ કારખાના પાસે રહેતા મંજેશ શત્રુભાઇ બાબરીયા (19) તથા પ્રેમભાઈ શત્રુભાઇ બાબરીયા (16) નામના બે સગા ભાઇ બેલા પાસે ગત તા. 26 5 ના રોજ રાત્રિના 8 વાગ્યે મોટરસાયકલ લઈને જતાં હતા ત્યારે સીરામીકના જેક સાથે અથડાતા તેઓને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.




Latest News