મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત હળવદના ભાલગામડા ગામે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી મોરબીમાં જુગારની જુદાજુદા સ્થળે બે રેડમાં 7 શખ્સ 35,300 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો હળવદના ચરડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ


SHARE







મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ

પુ.ગચ્છાધીપતિ આચાર્ય ગુરુદેવશ્રી ભાવચંદ્રજી સ્વામી, ગુજરાત ગૌરવ ડો. નિરંજન મુનીજી આદિ ઠાણાની નીશ્રામાં શ્રી આરાધનાજી આર્યાજીના સુશિષ્યા તપસ્વિની શ્રી વિજેતાકુમારી આર્યાજી છેલ્લા ૧૫ મહિના થયા અઠ્ઠમતપ (સળંગ ત્રણ ઉપવાસ) ના પારણે અઠ્ઠમતપની કઠીન તપશ્ચર્યા કરે છે તે નિમિતે શ્રી સ્થા. જૈન સંઘ- સોની બજાર મોરબીના આંગણે તા.૨૮ થી ત્રિવેણી મહોત્સવ શરૂ થઇ રહ્યો છે.જેમાં તા.૨૮ ના રોજ કળશ  પચ્ચકખાણ, તા.૨૯ ના રોજ તપ અભિવંદના, તા.૩૦ ના રોજ તપસ્વી અનુમોદના તા.૩૧ ના રોજ રસપાન પૂર્વે ઋષભ વંદના અને શ્રી વિજેતાજી આર્યાજીને તપ તેજસ્વીની ની વિશેષ પદવી અર્પણ કરાશે.તેમજ આ સાથે શ્રી આરતીકુમારી આર્યાજીનું પણ વર્ષીતપનું પારણું થશે શ્રી સોની બજાર સંઘના પ્રમુખ નવીનભાઈ દોશીએ જણાવ્યા મુજબ મોરબીની આસપાસના વિહાર ક્ષેત્રોમાં તમામ જૈન સાધુ-સાધ્વીજીઓની સેવા ભક્તિ કરનાર સેવાર્થીઓનું શ્રી સંઘ તરફથી જાહેર સન્માન કરવામાં આવશે.

શ્રી વિજેતાજી આર્યાજીએ ૨૬ વર્ષના દીક્ષાપર્યાયમાં સિદ્ધિતપ, ૩૬ ઉપવાસ, માસખમણ, જેવી અનેક તપસ્યા કરેલ છે પોતે વ્યાખ્યાન, નારી શિબિર, પ્રશ્નમંચ આદિનું પણ સુંદર સંચાલન કરે છે.પુ. શ્રી દમયંતીબાઈ મ.સ. અને શ્રી કલાવતીબાઈ મ.સ.ના સુશિષ્યા શ્રી આરાધનાજી મ.સ. શ્રી કોમલજી મ.સ.(મોટા) અને શ્રી તરલાકુમારી આર્યાજી શ્રી ધૃતિકુમારી આર્યાજી, આદિ લગભગ ૨૬ સંત-સતીજીઓ આ પ્રસંગે પધાર્યા છે.શ્રી સ્થા. જૈન સંઘ સોની બજારના સંઘ રત્ન પ્રમુખ નવીનભાઈ દોશી, સંધ દીપિકા ઉર્મિલા મહેતા , હસમુખ દોશી, યોગેશ મહેતા, અશોક મહેતા, કેતન મહેતા આદિ પદાધિકારીઓ ખુબ સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે તા. ૨૮-૨૯-૩૦ ત્રણ દિવસ સમસ્ત મોરબીના ભાવિકો શાંતિ અઠ્ઠમ કરશે જેમાં એકાસણાનો લાભ ધર્મવત્સલા ઉષાબેન કાન્તિલાલ મહેતા હ. સી.એ. રચનાબેન સમીરભાઈ મહેતા મોરબીવાળાએ લીધેલ છે ત્રણ દિવસ સુધી બપોરે ૩ : ૩૦ કલાકે તપસ્યાના ગીતોની સાંજી સાથે મહિલા મંડળો દ્વારા વિજેતાજી આર્યાજીની તપ અનુમોદનાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરશે આ ત્રિવેણી પ્રસંગે સર્વે ભાવિકોને પધારવા આમંત્રણ છે.






Latest News