સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે છોટાહાથીએ બાઈકને ઉડાવતા બે યુવાનોને ઈજા


SHARE





મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે છોટાહાથીએ બાઈકને ઉડાવતા બે યુવાનોને ઈજા

 

ભીમકટા ગામની મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યુ: હોસ્પિટલમાં સારવાર હેઠળ

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી જુના ઘુંટુ રોડ જતા રસ્તે કનૈયા પાનની પાસે છોટાહાથીના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બાઈક સવાર સુનિલ જગદીશભાઈ આદ્રોજીયા (18) રહે. ઘુંટુ રોડ મોરબી-2 અને કરણભાઈ પ્રફુલભાઈ કુંઢીયા (17) રહે. રફાળેશ્વર તા.મોરબીને ફેકચર જેવી ઈજાઓ થતા સિવિલે સારવાર માટે લવાયા હતા.આ બનાવની પોલીસને જાણ થતા સ્ટાફના એ.એમ.ઝાપડીયાએ નોંધ કરી તપાસ કરી હતી.જયારે જામનગરના જોડીયા તાલુકાના ભીમકટા ગામે રહેતા આરતીબા અભિજીતસિંહ જાડેજા (30) નામના મહિલા કોઈ કારણસર ઘરે ફીનાઈલ પી ગયા હોય અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમનો લગ્નગાળો ચાર વર્ષનો હોય પોલીસે બનાવની નોંધ કરી તપાસ કરી હતી.

મારામારીમાં ઈજા
 મોરબીમાં મારામારીના બનાવમાં ઈજા પામેલા મિનરાજસિંહ સિધ્ધરાજસિંહ ઝાલા (19)ને સારવાર માટે ખસેડાયો હતો. તેને મહેન્દ્રનગર ગામે આવેલ ફીટનેશ સેન્ટર ખાતે મારામારીમાં ઈજા થયેલ હતી. બે લોકોએ તેને માર માર્યો હોય સારવારમાં લાવવામાં આવતા બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડીયાએ તપાસ કરી હતી. જયારે મોરબીના ઈન્દીરાનગર વિસ્તાર ખાતે રહેતા બિલાલ બસીરભાઈ ખલીફા (29)ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

વાહન અકસ્માત
 મોરબીના સામાકાંઠે ગુ.હા. બોર્ડની પાછળ આવેલ મહાવીરનગર સોસાયટી ખાતે પાર્કિંગમાં ઝેરી જનાવર કરડી જતા ઉદયભાઈ બાબુભાઈ બારૈયા (28) રહે. અમૃતનગર જલાલપોર નવસારીને સારવાર માટે અત્રે આયુષમાં લાવવામાં આવ્યો હતો. જયારે મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર ખાતે રહેતા લાલજીભાઈ નરસીભાઈ દેગામા (25)ને રાત્રીના સમયે સામાકાંઠે નટરાજ ફાટકની પાસે મારામારીમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. બી ડીવીઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણે વધુ તપાસ હાથ ધરેલ છે.

અકસ્માતમાં ઈજા
 મોરબીના અણીયારી- હળવદના રસ્તે બસ રસ્તા ઉપરથી નીચે ઉતરી જતા થયેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલા નુરમહમદ શરીફખાન (55) રહે. ધરમપુર તા.મોરબીને હળવદ પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબીના વાંકાનેરથી ટ્રક લઈને નિકળ્યા બાદ ટ્રક રોડ નીચે ઉતરી જતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલા અલ્તાફભાઈ ઈબ્રાહીમભાઈ રહે. ભોજપરા રાજકોટને ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા. તેમજ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા ગણેશભાઈ દેવજીભાઈ બાંભણીયા (41)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News