વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા


SHARE







હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા

મોરબી જીલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે છે તેવામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા હળવદ શહેરમાં પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા તેમજ સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરીને અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

તંત્ર દ્વારા હળવદના વિવિધ વિસ્તારોમાં કુલ ૯ જેટલી લારીઓ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં માનવ આરોગ્ય માટે હાનિકારક એવી અખાદ્ય ચટણી તથા નાસ્તો પીરસવા માટે ઉપયોગમાં લેવાતા જેટલા ન્યૂઝપેપરના કાગળો મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાણીપુરીનો મસાલો, પાણીપુરીનું તીખું-મીઠું પાણી તેમજ અન્ય નાસ્તાના પદાર્થો મળી કુલ ૮ નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રયોગશાળાનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




Latest News