મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે ઝૂંપડાંમાંથી દારૂની 23 બોટલ ઝપડાઈ, આરોપીની શોધખોળ: નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબીના જાંબુડિયા પાસે ઝૂંપડાંમાંથી દારૂની 23 બોટલ ઝપડાઈ, આરોપીની શોધખોળ: નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ પકડાયા

મોરબીના જાંબુડીયા ગામ પાસે નવી આરટીઓ ઓફિસ નજીક ઝુપડામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 23 બોટલ મળી આવી હતી જો કે, આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે માળિયાના નવાગામ પાસે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દારૂની રેડ કરી હતી ત્યારે 800 લીટર આથો તથા 10 લિટર તૈયાર દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ નવી આરટીઓ ઓફિસ પાસે ઝૂંપડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 23 બોટલ મળી આવતા પોલીસે 13,205 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જાદવજીભાઈ સરાણીયા રહે. નવી આરટીઓ ઓફિસ પાસે ઝૂપડામાં જાંબુડીયા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના નવાગામ પાસે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 800 લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તથા 10 લિટર દેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળીને પોલીસે 22,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ઇરફાનભાઇ મોહદહનીફ ઉર્ફે બાબાભાઈ જેડા (24) તથા સબીરભાઈ મોહદહનીફ ઉર્ફે બાબાભાઈ જેડા (22) રહે બંને નવાગામ વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂના બે ચપલા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિનાયક હોન્ડાના શોરૂમ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 240 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી રોહિતભાઈ ડાયાભાઈ મારીયા (32) રહે. નાના રામપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News