મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ


SHARE







હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ

હળવદમાંથી વર્ષ 2023માં સગીરાને ભગાડી જવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરનાર આરોપી તથા તેની મદદગારી કરનાર આમ બે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની સ્પેશિયલ કોર્ટ અને એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટ દ્વારા મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ગુનાના કામે મદદ કરનારા બીજા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો છે.

આ કેસની હકીકત એવી છે કે, હળવદ તાલુકા વિસ્તારમાં રહેતા ફરિયાદીની સગીર વયની ભત્રીજીને આરોપી આદિલ રહીમભાઈ બાવનીયા નામનો તા 15/12/2023 ના રોજ સવારે 7:00 વાગ્યાના અરસામાં ભગાડી ગયો હતો અને સગીરા સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચાર્યુ હતું અને ત્યારબાદ આરોપી જયેશભાઈ હીરાભાઈએ ફરિયાદીની ભત્રીજીને હળવદ વિસામમાં હોટલ પાસે આદિલના કહેવાથી ઈકો ગાડી નંબર જીજે 13 સીએ 5517 માં લઈ જઈ ભોગ બનનાર સગીરા તથા આદિલને મેરા ગામ તાલુકો દસાડા ખાતે રહેવાની સગવડ આપીને મદદગારી કરી હતી જે બનાવ સંદર્ભે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ અને મોરબી જિલ્લાના એડિશનલ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના મદદનીસ સરકારી વકીલ નીરજ ડી. કારીયા દ્વારા રજુ કરવામાં આવેલા 26 દસ્તાવેજી પુરાવાઓ તથા 19 મૌખિક પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે જુદી જુદી કલમ હેઠળ આરોપી આદિલ રહીમભાઈ બાવનીયા (22)ને 20 વર્ષની સખ્ત કેદની સજા તથા 25,000 નો દંડ ફટકાર્યો છે જ્યારે આરોપી જયેશભાઈ હીરાભાઈ રાઠોડ (33)ને ગુનામાં નિર્દોષ છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો છે અને વિક્ટિમ કમ્પનસેસન સ્કીમ હેઠળ ભોગ બનારને 4 લાખ રૂપિયાનું વળતર તથા આરોપી દ્વારા દંડની રકમ 25000 રૂપિયા ભરવામાં આવે તો તે સહિત 4.25 લાખ રૂપિયા વળતર પેટે આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.




Latest News