મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો


SHARE









વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો

વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટર નજીક બાળકોને રૂમની બહારના ભાગમાં કુદરતી હાજતે નહીં બેસાડવા માટે દંપતીને કહ્યું હતું જે બાબતે તેને સારું નહીં લાગતાં તે બંનેએ મહિલા અને સાહેદોની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને લાકડી વડે સાહેદને માર માર્યો હતો ત્યારબાદ ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને મહિલા તેમજ સાહેદોની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક જેતપરડા રોડ ઉપર આવેલ સ્નોબ સેનેટરીવેર નામના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા જોસનાબેન ભીખાભાઈ ચાવડા (39)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મનીષાબેન રાહુલભાઈ, રાહુલભાઈ અને રોહિતભાઈ કોળી રહે. ભોજપરા તથા ગોપાલભાઈ કોળી, સાગરભાઇ કોળી અને દિનેશભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, કારખાનામાં લેબર કોલોનીમાં કવાર્ટર નજીક આરોપી મનિષાબેન તથા રાહુલભાઈ દ્વારા તેના બાળકોને રૂમની સામે કુદરતી હાજત કરાવવામાં આવતી હતી જે નહીં કરાવવા માટે ફરિયાદી કહ્યું હતું જે તેઓને સારું ન લાગતા તેણે ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી હતો અને ગાળો આપી હતી ત્યારે આરોપી રાહુલે લાકડી વડે સાહેદને ડાબા કાન પાસે માર મારીને ઈજા પહોંચાડી હતી ત્યારબાદ બાકીના ત્રણેય આરોપીઓ પાછળથી ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા  સાહેદો સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદી તથા સાહેદો સાથે જપાજપી કરી મારમાર્યો હતો. જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે એક મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાળક સારવારમાં
વાંકાનેરમાં રાતીદેવડી ગામે રહેતા પરિવારનો ચંદુ રમેશભાઈ વિકાણી નામનો બાર વર્ષનો બાળક ઘર નજીક તાપણું કરતો હતો ત્યારે દાજી ગયો હોય વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર બાદ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે કચ્છના ભચાઉ તાલુકાના ચાંદોડિયા ગામે રહેતા મુકેશભાઈ અમરશીભાઈ કોળી નામનો ૨૩ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હંજીયા વાંઢ ભચાઉ ખાતે બાઇક આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થયું હોય ઈજા પામતા અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમજ વાંકાનેર હાઇવે ઢુવા ચોકડીએ વાહન અકસ્માતમાં ઇજા પામેલા સોહમભાઈ સોમનાથભાઈ અહિરવાલ (૩૦) રહે.હાલ મકનસર તા.મોરબી ને ઇજાઓ થયેલ હોય ૧૦૮ વડે સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા મુસ્તાક વલીમામદ વીરમાણી નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘરે ભાઈ-ભાભી દ્વારા માર મારવામાં આવતા તેને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિંયાણામાં રહેતા જૈનબબેન આદમભાઈ જામ નામની ૨૭ વર્ષની યુવતી કોઈ કારણસર તેના ઘરે ફીનાઇલ પી ગયેલ હોય તેણીને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા પોલીસ દ્વારા પહોંચીને આગળની તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.તેમજ હળવદ તાલુકાના ભલગામડા ખાતે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા વિપુલ જેરામભાઈ ઉઘરેજા નામના ૩૨ વર્ષના યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.




Latest News