વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી થોડા દિવસો પહેલા રાત્રિના સમયે બોલેરો ગાડી લઈને પસાર થયેલા શખ્સે ટોલ ટેક્સ ભર્યા વગર બૂમ બેરીકેટને નુકસાન કરીને પોતાનું વાહન પસાર કર્યું હતું તેમજ ટોલ બુથના કર્મચારી સાથે માથાકૂટ કરીને ગાળો આપી હતી અને ફડાકા મારીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હાલમાં ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ મિસરી હોટલની પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વઘાસીયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વાહન નંબર જીજે 10 ટીવાય 0847 ના ડ્રાઇવર સંજયસિંહ ઝાલા રહે. વઘાસીયા વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/4 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં આરોપી પોતાના હવાલા વાળી બોલેરો ગાડી લઈને વઘાસીયા ટોલનાકા ખાતે ટોલ ભર્યા વગર ટોલ બૂથના બૂમ બેરીકેટને નુકસાન કરીને પસાર કરી હતી તેમજ ટોલ બુથના કર્મચારી સાથે બોલાચાલી કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા નોંધવામાં આવે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News