મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત


SHARE











મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવડીયા ગામેથી વૃદ્ધને પગના દુખાવાની બીમારી સબબ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અત્રે સારવાર દરમિયાન તેઓને શ્વાસ ઉપડતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ઘોઘુભા હમીરજી પરમાર નામના ૭૭ વર્ષના વૃદ્ધને પગના દુખાવાની તકલીફ હતી.જેથી સારવાર માટે તેમને અત્રે આયુષ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને અત્રે તેઓની સારવાર ચાલુ હતી.તે દરમિયાન ઘોઘુભા પરમારને શ્વાસ લેવાની તકલીફ થતા તેઓને વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા હતા.જોકે સારવાર દરમિયાન શ્વાસની તકલીફ ના લીધે ઘોઘુભા પરમાર નામના વૃદ્ધનું મોત નિપજયુ હતુ.બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસે રહેતા વિવેક પ્રકાશભાઈ માવાણી નામના ૨૬ વર્ષના યુવાને કોઇ કારણસર વાવડી ગામ ખાતે ફીનાઇલ પી લીધુ હતુ.જેથી તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી દ્વારા નોંધ કરીને કારણ સંદર્ભ આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા સોનલબેન નાગજીભાઈ નામની ૨૬ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું.જેથી તેણીને ક્રિષ્ના હોષ્પિટલે સારવાર માટે ખેસેડાઇ હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ સિંધવ દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મજુર યુવાન સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામની પાસે આવેલ લિયોલી વિટ્રીફાઈડ નામના યુનિટમાં સાપ કરડી જવાથી બટુકભાઈ જયલાલ અહીરવાલ નામના ૨૦ વર્ષના મજૂર યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદના ગોકુળિયા ખાતે પંકજભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની સીમાબેન પ્રતાપભાઈ ચૌહાણ નામની ૧૭ વર્ષીય યુવતીએ રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કોઈ કણોસર દવા પી લીધી હતી જેથી ૧૦૮ વડે તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ભરતસિંહ ડાભી દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવની વધુ તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News