મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

SHARE

વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર આવેલ કારખાના નજીક ડિગ્રી વગરનો ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની હકીકત આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર એલોપેથિક દવા દર્દીઓને આપીને સારવાર કરતો એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરને પકડીને તેની પાસેથી રોકડા રૂપિયા તથા જુદીજુદી દવાઓ મળીને 45,100 મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં ડોક્ટર તેમજ મુદામાલને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરના રાતાવિરડા રોડ ઉપર આવેલ રોસા સિરામિક સામે દવાખાનામાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગરના ડોક્ટર દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની હકીકત મળી હતી જેના આધારે એસોજીની ટીમ દ્વારા ઢુવા પીએચસીના ડોક્ટરને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથીક દવા દર્દીઓને આપીને ત્યાં દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી અલગ અલગ કંપનીની ટેબ્લેટ, સીરપ, ઇન્જેક્શન વગેરે જેવી દવાઓ તથા રોકડા રૂપિયા 2000 મળીને 45,100 નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી તથા મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં આવેલ છે

મારામારીમાં ઇજા
મોરબીના નવલખી બાયપાસ યોગી વિદ્યાલય નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં બાઘુબેન જાકાભાઇ પરમાર (૮૨), રાહુલ રાજાભાઈ વાઘેલા (૨૨) અને મુન્ના વેલજીભાઈ વાઘેલા (૨૮) ને ઇજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસે જણાવેલ છે.
ઇજાગ્રસ્તો રાજકોટ ખસેડાયા
મોરબીના ઘુંટુ રોડ ઉપર રહેતા પરિવારના વિશાલ રમેશભાઈ સાકરીયા (ઉંમર વર્ષ આઠ) અને કુંજલ રમેશભાઈ સાકરીયા પિતાની રિક્ષામાં બેસીને ઘુંટુ રોડ ઉપર આઈટીઆઈ કોલેજ પાસેથી જતા હતા ત્યારે રીક્ષામાંથી પડી જતા બંનેને ઇજાઓ થયેલી હોય મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી રણછોડનગર પાસેની નિધિ સોસાયટી ખાતે ફુવાના ઘરે રમતા રમતા સીડી ઉપરથી નીચે પડી જતા અમરીન ઈમ્તિયાઝ જેરીયા (ઉંમર ૦૬) રહે.જામનગર બેડીનાકા બેડેશ્વરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

Latest News