મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના જેતપર ગામે રહેતો યુવાન તેના મિત્રો સાથે ગામમાં આવેલ શાળાના ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમતો હતો ત્યારે તેને હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે મોરબી તરફ લઈને આવી રહ્યા હતા દરમિયાન તેને હાર્ટ અટેકનો બીજો તીવ્ર હુમલો આવી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને મોરબીમાં સિરામિક રો મટીરીયલનો ધંધો કરતા પિયુષભાઈ પ્રાણજીવનભાઈ અમૃતિયા (36) જેતપર ગામે આવેલ જાતે જાકાસણીયા સ્કૂલના ગ્રાઉન્ડમાં તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો દરમિયાન તેને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે મોરબી તરફ લઈને આવી રહ્યા હતા દરમિયાન ચાલુ સારવારમાં હાર્ટ એટેકનો બીજો તીવ્ર હુમલો આવ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને સંતાનમાં બે દીકરીઓ છે અને હાર્ટ એટેકથી યુવાનનું મોત થવાના કારણે બંને દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને અમૃતિયા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.






Latest News