મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત


SHARE







મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે જુદીજુદી મહાપાલિકાની બેઠકો માટે સતાવર ઉમેદવારોના નામની જાહેર કરી છે જેમાં મોરબી મહાપાલિકાના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે થોડા સમય પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે 12 સહિત કુલ મળીને 23 ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જો કે, હજુ 29 મુરતિયાને શોધવા માટેની કવાયત ચાલી રહી છે.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોરબી મહાનગરપાલિકાના જુદાજુદા વોર્ડમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નં. 1 માં કૈલાશબેન વેરાણા અને દિનેશભાઈ સરસિયા, વોર્ડ નં. 2 જુમાભાઇ સુમરા, વોર્ડ નં. 3 ડો. પ્રવીણકુમાર વઘાસીયા, વોર્ડ નં. 5 માં પુષ્પરાજ સિંહ જાડેજા, અમિતભાઈ ભોજવિયા તેમજ વિજયાબેન મકવાણા, વોર્ડ નં. 6 માં દમયંતીબેન નિરંજની અને કલ્પેશભાઈ સેતા, વોર્ડ નં. 7 માં ટાંક હિરલબેન તેજસભાઈ, વોર્ડ નં. 8 માં મીનાક્ષીબેન પટેલ, હાજીભાઈ કોરડીયા તેમજ બલવંતભાઈ ધુમલીયા, વોર્ડ નં. 9 માં જયેશભાઈ કાલરીયા અને જ્યોત્સનાબેન ઝાલરીયા, વોર્ડ નં. 10 માં ભાવિનભાઈ ફેફર અને પરમાર દીપકભાઈ, વોર્ડ નં. 11 માં વંદનાબેન કાસુન્દ્રા, વોર્ડ નં. 12 માં જગદીશભાઈ સોનાગ્રા અને વોર્ડ નં. 13 માં ટ્વિકલબેન મકવાણા, કંચનબેન જાદવ, વિનોદભાઈ નકુમ અને ઇમરાનભાઈ સોલંકીના નામ જાહેર કરવામાં આવ્યા છે જો કે, મહાપાલિકાનું કુલ 52 બેઠક છે જે પૈકીનાં હજુ 23 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને 29 બેઠક માટે કોંગ્રેસે હજુ મુરતિયા શોધવા માટે બેઠકો ચાલી રહી છે. 




Latest News