મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો


SHARE







મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘર પાસે સાફ-સફાઈ કર્યા બાદ કચરો સળગાવતી હોય તે બાબતે દંપતી સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા તેની સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરવામાં આવી હતી અને મહિલાને લાકડી વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રેલ્વે સ્ટેશનની પાછળ કબીર આશ્રમ નજીક રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા (26) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મૂળજીભાઈ પરમાર, ડેનિશભાઈ દેવજીભાઈ પરમાર અને ઋષિભાઈ દેવજીભાઈ પરમાર રહે. બધા રોહીદાસપરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘર પાસે ઘાસ અને કચરો સાફ કરીને સળગાવતા હતા જે બાબતે ગીતાબેન અને દેવજીભાઈએ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારે ગીતાબેનએ ગાળો આપીને લાકડી વડે ફરિયાદીને મારમાર્યો હતો જ્યારે દેવજીભાઈ અને ડેનિસભાઈએ ફરિયાદી મહિલાને પકડી રાખતા ઋષિભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ફરિયાદી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News