મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

સાવધાન: હળવદ તાલુકામાં જીવલેણ અકસ્માત સર્જનાર બાળકિશોરને બાઈક આપનારા તેના કાકા સામે ગુનો નોંધાયો


SHARE







સાવધાન: હળવદ તાલુકામાં જીવલેણ અકસ્માત સર્જનાર બાળકિશોરને બાઈક આપનારા તેના કાકા સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના સુસવાવ ગામથી કેદારનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી બાળકિશોર બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઇક સાથે અકસ્માત કર્યો હતો જે બનાવમાં સામેના બાઈક વાળા યુવાનને માથામાં તથા શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતુ આ બનાવ સંદર્ભ જે બાઈક લઈને બાળકિશોર નીકળ્યો હતો તે બાઈકના માલિક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના સુસવાવ ગામથી કેદારનાથ મંદિર તરફ જવાનો રસ્તા ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક નંબર જીજે 36 એએમ 3955 લઈને બાળકિશોર નીકળ્યો હોય સામેથી આવી રહેલા બાઇક સાથે તેણે અકસ્માત કર્યો હતો અને જે બનાવમાં ચુનીભાઇ નામના 45 વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે જે તે સમયે બાળકિશોર સામે ફરિયાદ પણ નોંધાઈ હતી જો કે હાલમાં જે બાઈક લઈને બાળકિશોર નીકળ્યો હતો તે બાઈકના માલિક એટલે કે બાળકિશોરના કાકા સંજયભાઈ રૂપાભાઈ પંચાસરા (35) રહે. નવી શિરોઇ તાલુકો હળવદ વાળાની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ સાથે શિક્ષક પકડાયો
મોરબીના આદરણા ગામે આવેલ સરકારી શાળા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસવાળા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ સાથે રાજુભાઈ ખીમજીભાઇ પરમાર (શિક્ષક) રહે. ચરાડવા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News