અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા


SHARE





















વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરમાં મિલ પ્લોટ ડબલ ચાલી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 29,000 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલ પ્લોટ ડબલ ચાલી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગફુરભાઈ ઇસ્માઈલભાઈ મોવર (50), બિલાલભાઈ વલીમહમદભાઈ આંબલીયા (36), શબ્બીરભાઈ હાસમભાઇ કટિયા (31), અનવરભાઈ દાઉદભાઈ બાબરીયા (55), મોઈન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા (55), રસુલભાઈ રહીમભાઈ મોવર (30) અને આસમભાઈ દોસમામદભાઈ મોવર (30) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 29,000 રૂપિયા ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક નજીક ગોળાઈમાંથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં હળવદિયા મોહન ભરતભાઈ (13) નામના બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા પ્રવીણભાઈ સારેસાનો છ વર્ષનો દીકરો અંશ તેના ઘરે હતો ત્યારે ભૂલથી થીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી










Latest News