મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે


SHARE













હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે

હળવદના ચરડવા ગામ પાસે આવેલ દેવળીયા ચોકડી પાસેથી ઇનોવા કાર પસાર થઈ રહી હતી જે કારને રોકવા માટેનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવેલ હતો ત્યારે કાર ચાલકને કારને ભગવી મૂકી હતી અને આગળ જઈને તે કાર છોડીને નાસી ગયો હતો જેથી પોલીસે કારણે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1188 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3,98,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા કાર મળીને 8,98,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ઇનોવા કાર છોડીને નાસી ગયેલા તેના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ દેવળીયા ચોકડી નજીકથી દારૂ ભરેલ કાર પસાર થવાની છે તેવી હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વોચ રાખી હતી ત્યારે મળેલ બાતમી મુજબની ઇનોવા કાર નંબર જીજે 12 બીઇ 1111 ત્યાંથી પસાર થઈ રહી હોય પોલીસ તેના રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ કારનો ચાલક તેનું વાહન છોડીને નાસી છૂટ્યો હતો જેથી પોલીસે તેનો પીછો કયો હતો ત્યારે કાર ચાલક તેની કારને છોડીને નાસી ગયો હતો જેથી પોલીસે કારને ચેક કરતા કારમાંથી દારૂની 1188 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,98400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 8,98,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપર ઇનોવા ગાડીને છોડીને નાસી ગયેલા શખ્સની સામે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે આ કામગીરી હળવદના પીઆઇ ડી.વી.કાનાણી અને તેઓના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News