સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ઉમેદવારો વચ્ચે ટાઇ થતા ચીઠ્ઠી ઉપાડી વિજેતા નકકી કરાયા


SHARE





ટંકારામાં ઉમેદવારો વચ્ચે ટાઇ થતા ચીઠ્ઠી ઉપાડી વિજેતા નકકી કરાયા

ટંકારા તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતની ચુંટણીના જાહેર થયેલ પરિણામો માટે મતગણતરી કેન્દ્ર ખાતે સવારથી જ ગ્રામ્ય મતદારો ઉમટી પડ્યા હતા.સવારથી શરૂ થયેલી મતગણતરીમાં બેલેટ પેપરમા ટંકારા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૨ ના બે ઉમેદવારોને સરખા મત મળતા ચીઠ્ઠી દ્વારા જાહેર કરાયેલા પરીણામમાં અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા.જ્યારે વોર્ડ નંબર ૧ ના અપક્ષ ઉમેદવાર એક મતે હારી ગયા હતા.

ગ્રામ પંચાયતની ચુંટણીના પરીણામો જાહેર થવાના હોવાથી સવારથી જ ગ્રામ્ય ઉમેદવારો સાથે ટેકેદારો અને ચુંટણી રસીયાઓ રીતસર તાલુકા મથકે મતગણતરી કેન્દ્ર ઉપર ઉમટી પડ્યા હતા. સૌ પ્રથમ બેલેટ કાઉન્ટીંગ હોવાથી ગ્રા.પં.ના વોર્ડ સભ્યોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા તાલુકાની સૌથી મોટી ગણાતી ટંકારા ગ્રામ પંચાયતના વોર્ડ નં ૨ મા ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી.જેમા બે પ્રતિસ્પર્ધી ઉમેદવારોના મત સરખા પડતા ટાઈ પડી હતી. જે મુદ્દે રદ મત અને શંકાસ્પદ મતો મામલે થોડીવાર ભારે ચડભડના અંતે રીકાઉટીંગ પણ કરાયુ હતુ.અંતે ચીઠ્ઠી પધ્ધતિથી પરીણામ જાહેર કરાતા અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે વોર્ડ નં ૧ માં માત્ર એક મતથી અપક્ષ ઉમેદવાર હારી ગયા હતા અને મિતલબેન દંતેસરીયા અપક્ષ ઉમેદવાર સામે માંડ જીત્યા હતા.તેમજ વોર્ડ નંબર ૧૧ અને ૧૨ મા માત્ર પાંચ મતોની હાર જીત થતા છેવટ સુધી વાતાવરણ ગરમા ગરમી ભર્યુ રહ્યુ હતુ.




Latest News