તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારામાંથી પ્રતિબંધિત 10 ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સ પકડાયો


SHARE









ટંકારામાંથી પ્રતિબંધિત 10 ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સ પકડાયો

ટંકારા મામલતદાર ઓફિસની પાછળના ભાગમાં આવેલ શેરીમાં રહેતા શખ્સ પાસે ચાઈનીઝ ફિરકી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના બચકામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકીનો જથ્થો મળી આવતા પોલીસે 1500 રૂપિયાની કિંમતની 10 ફીરકીઓ કબજે કરી હતી અને આરોપીને પકડીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટંકારા મામલતદાર કચેરીની પાછળના ભાગમાં આવેલ તિલકનગર વાળી શેરીમાં સારીમભાઈ હિંગરોજા નામના વ્યક્તિના કબજામાં રહેલ પ્લાસ્ટિકના બચકા પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકીનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે તે 10 ચાઈનીઝ ફિરકી મળી આવતા 1500 રૂપિયાની કિંમતની ફીરકી પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી અને આરોપી સારીમભાઈ હારુણભાઈ હિંગરોજા 23 રહે. મામલતદાર ઓફિસ પાછળ ટંકારા વાળાની ધરપકડ કરી તેની સામે કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News