ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ નજીકથી નિમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ ભરેલ આઇસર ઝડપાયું, પાઇલોટિંગ કાર સહિત 15 લાખના મુદામાલ સાથે એક પકડાયો: મોકલનાર-મંગાવનાર સહિતનાઓની શોધખોળ


SHARE











હળવદ નજીકથી યુરિયા ખાતરની 400 બેગ ભરેલ આઇસર ઝડપાયું, પાઇલોટિંગ કાર સહિત 15 લાખના મુદામાલ સાથે 2 પકડાયા: મોકલનાર-મંગાવનાર સહિતનાઓની શોધખોળ

હળવદના કોબા ગામ પાસેથી યુરિયા ખાતર ભરેલ આઇસર પસાર થવાનું છે તેવી હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વોચ રાખી હતી અને ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી નિમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ મળી આવી હતી જેથી 8,00,000 ની કિંમતનો યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો તેમજ આઇસર અને તેનું પાયલેટિંગ કરી રહેલી કાર આમ કુલ મળીને 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આઇસર ચાલક અને સ્વીફ્ટ ગાડીના ચાલકને પકડવામાં આવેલ છે અને માલ ભરી આપનાર તેમજ મંગાવનાર સહિતનાઓના નામ સામે આવ્યા છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય રીતે નિમકોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ ખેતી માટે કરવાનો હોય છે પરંતુ સરકારી કોટામાં મળતો નિમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો યેનકેન પ્રકારે ઔદ્યોગિક હેતુ માટે વપરાતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં જો વાત કરીએ હળવદની તો તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસને મળેલ બાતમી આધારે કોબા ગામના પાટિયા પાસે સ્થાનિક પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હોય પોલીસ દ્વારા તે આઈસરને રોકવામાં આવ્યું હતું અને આઇસરને ચેક કરવામાં આવતા તેમાંથી નિમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ મળી આવી હતી જેથી 8,00,000 ની કિંમતનો નિમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો જેથી શંકાસ્પદ યુરિયાનો જથ્થો જપ્ત કરેલ છે.

તે ઉપરાંત પાંચ લાખ રૂપિયાની કિંમતનું આઇસર અને તેનું પાઇલોટિંગ કરી રહેલ સ્વિફ્ટ ગાડી જેની કિંમત 12 લાખ રૂપિયા આમ કુલ મળીને 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને હાલમાં આઇસરના ચાલક નાગજીભાઈ રાજાભાઈ ભરવાડ 37 રહે. નવા મકનસર વાળા અને આઇસરના માલિક અને સ્વિફ્ટ ગાડીનો ચાલક કરસનભાઈ સેલાભાઈ ભરવાડ 27 રહે. રાણેકપર વાળાને પકડવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આઇસર ગાડીમાંથી જે યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો છે તે ધાંગધ્રા તાલુકા વિસ્તારામાંથી ભરવામાં આવેલ છે અને મોરબીના પીપળી રોડ ઉપર આપવા માટે આવી રહ્યા હતા તેવી માહિતી પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવી છે. જેથી પોલીસે હાલમાં આઇસરના ડ્રાઇવર સહિત જેના નામ સામે આવશે તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News