મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જી.એસ.ટી. વિભાગના અધિકારીએ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી


SHARE







મોરબી જી.એસ.ટી. વિભાગના અધિકારીએ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી

મોરબી જી.એસ.ટી. વિભાગના આસી. કમિશનર યોગીતાબેન ગઢવી તેમજ જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર શીતલબેન રૈયાણીરોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી હતી અને મધ્યાહન ભોજન તેમજ શાળા અને બાળકોને સ્પર્શતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક તપાસણી કરતા ખુબ સંતોષકારક કામ જોવા મળ્યું હતું. વિઝિટ વખતે અમરનગર ગ્રામ પંચાયતના સરપંચ રવિભાઈ છત્રોલા અને સી.આર.સી. ચેતનભાઈ જાકાસણીયા પણ હાજર હતા. આજે જોગાનુ જોગ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળા ના મદદનીશ શિક્ષક વિનોદકુમાર કાળુભાઈ ફેફરના જન્મ દિવસ હોય તે નિમિત્તે રોટરીગ્રામ (અ.) શાળા પરિવાર તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને ત્યાર બાદ શાળાની વિઝિટે આવેલા યોગીતાબેન ગઢવીવૃક્ષારોપણ કર્યું હતું. ખાસ કરીને શાળાની મુલાકાત દરમ્યાન શાળાની દરેક પ્રવૃતિથી અધિકારી પ્રભાવિત થયા હતા અને આચાર્ય અને શિક્ષક મિત્રોની કામગીરીને બિરદાવી હતી. ત્યાર બાદ શાળા પરિવાર તરફથી આચાર્ય સરડવા મણિલાલ વી.એ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News