મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના નાના રામપર ગામે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે કાર, સીસીટીવી કેમેરા અને ઘરના દરવાજામાં 8 શખ્સોએ કરી તોડફોડ


SHARE











ટંકારાના નાના રામપર ગામે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે કારસીસીટીવી કેમેરા અને ઘરના દરવાજામાં શખ્સોએ કરી તોડફોડ

ટંકારાના નાના રામપર ગામે મંદિરના ધુળના ઢગલા બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતને ખા રાખીને આઠ શખ્સો ત્રણ કારમાં ધોકા અને પાઇપ લઈને યુવાનના ઘરે આવ્યા હતા અને યુવાનના વરંડામાં પ્રવેશ કરીને ત્યાં પડેલી તેની બે ગાડીના કાચમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને ઘરના દરવાજામાં નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા યુવાન દ્વારા 8 શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલા (33)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામદેવસિંહ અજમલસિંહ ઝાલા રહે. હાલ ગોંડલ મૂળ નાના રામપર ટંકારા તથા તેની સાથે આવેલા અજાણ્યા 7 માણસો આમ કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ  છે જેમાં જણાવ્યુ છે કેતેઓના પિતાને આઠ એક મહિના પહેલા રામપર ગામના રામાપીરના મંદિરના ધૂળના ઢગલા બાબતે કૌટુંબિક સભ્યો સાથે ઝઘડો થયેલ હતો જે બાબતનો ખા રાખીને આરોપી રામદેવસિંહ ઝાલા તથા તેની સાથે બીજા અજાણ્યા શખ્સો જુદી જુદી ત્રણ ફોરવ્હીલ કારમાં તેઓના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં પાર્કિંગમાં વરંડામાં મૂકવામાં આવેલ ફરિયાદીની કાર નંબર જીજે 36 એલ 6620 તથા જીજે એચકે 6620 માં ધોકા અને પાઇપ મારીને બંને કારના કાચને તોડી નાખ્યા હતા અને 40 હજાર રૂપિયાનું બંને કારમાં નુકસાન કર્યું છે તેમજ તેઓના ઘરે મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા તોડી નાખેલ છે અને દરવાજામાં નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા નિયામતબેન જુમાભાઈ સુમરા નામના મહિલા એકટીવામાં તેના પતિ સાથે દવાખાને જતા હતા ત્યારે એકટીવા આડે કૂતરું આવ્યું હતું જેથી એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં નિયામતબેનને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા રુક્ષ્મણીબેન કરસનભાઈ (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને હીરાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News