ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE







માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

માળિયા તાલુકામાં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર નથી જેથી આ તાલુકાનાં ખેડૂતોને કપાસ વેંચવા માટે મોરબી કે રાજકોટ સુધી જવું પડે છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરીને માળીયા તાલુકામાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છેકે, માળિયા તાલુકો મોરબી જિલ્લાના મુખ્ય કપાસ ઉત્પાદન વિસ્તારોમાંનો એક છે. દર વર્ષે અહીં નાના-મોટા હજારો ખેડૂતોએ કપાસની ખેતી કરી પોતાની રોજીરોટી ચલાવે છે. પરંતુ તાલુકામાં CCI ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને પાક વેચવા માટે મોરબી, રાજકોટ અથવા અન્ય દુર સ્થિત શહેરોમાં જવું પડે છે. જેથી ખેડૂત હિત અને MSPની સુવિધા સીધી તાલુકાના ખેડૂતો સુધી પહોંચે તે દૃષ્ટિએ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને માળિયા તાલુકામાં સીસીઆઈ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવાં આવેલ છે. અને તેના માટેની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News