ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ દવાની ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત


SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ દવાની ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ શાકભાજીમાં દવાનો છંટકાવ કરતા સમયે દવાની ઝેરી અસર થવાને કારણે યુવતીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં તાલુકાના જુના ઘાટીલા ગામે હસમુખભાઈ વીજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની અનુબેન છગનભાઈ પલાસિયા (23) નામની યુવતી ગત તા. 18/11 ના રોજ વાડીએ શાકભાજીમાં દવાનો છંટકાવ કરતી હતી ત્યારે તેને ઝેરી દવાની અસર થવાને કારણે તાત્કાલિક તે યુવતીને સારવાર માટે જેતપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બેલા ગામ પાસે શંભુ હોમડેકોર સામે રસ્તા ઉપર કોઈ અજાણ્યા યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલ સારવારમાં

મોરબીના નવાગામ ખાતે રહેતા મુસ્કાનબેન ઈકબાલભાઈ (22) નામની મહિલાને મોરબીના જેલ રોડ ઉપર આવેલ મસ્જિદ નજીકથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી તે મહિલા પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાળક સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામપાર્કમાં રહેતા એજાજભાઈનો દોઢ વર્ષનો દીકરો મોહમ્મદઅજબાન વાવડી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે બાઈકમાંથી પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી માટે તે બાળકને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News