મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે નડતરરૂપ વીજપોલ ખડસેડવાનું કહેવા માટે ગયેલા ખેડૂત સહિત ત્રણ ઉપર હુમલો કરનાર બે કારખાનેદારોની ધરપકડ


SHARE







મોરબીના ટિંબડી ગામે નડતરરૂપ વીજપોલ ખડસેડવાનું કહેવા માટે ગયેલા ખેડૂત સહિત ત્રણ ઉપર હુમલો કરનાર બે કારખાનેદારોની ધરપકડ

મોરબીની અવની ચોકડી પાસે આવેલ જયઅંબે નગરમાં આવેલા ઓમ પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૬૦૩ માં રહેતા જયેશભાઇ વલ્લભભાઇ કૈલા (૩૮) એ ઓસીસ સિરામીક વાળા કેતનભાઇ કરશનભાઇ ઝાલરીયા અને હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા સામે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને ની ધરપકડ કરવામાં આવેલ છે.

ભોગ બનનારે જેતે સમયે ફરીયાદમાં પોલીસને જણાવ્યુ હતુ કે, તેઓનું ટિંબડી ગામની સીમમાં ખેતર આવેલ છે અને ખેતરમાં જવાના રસ્તા વચ્ચે કારખાનામાં વીજ પુરવઠો લઈ જવા માટે વીજપોલ ઊભો કરવામાં આવેલ છે જેથી કરીને વીજપોલ દૂર કરવા માટે રજૂઆત કરવા માટે તેઓ અને હરેશભાઇ વલભભાઇ કૈલા તથા દીનેશભાઇ વશરામભાઇ કૈલા કારખાનાના માલીકને મળવા માટે ગયા હતા ત્યારે કારખાનેદારે તમે બધા મારા કારખાને શા માટે આવેલ છો..? તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને હવે કારખાના બાજુ આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટા કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં તપાસ અધીકારી એમ.એલ.બારૈયાએ કેતનભાઇ કરશનભાઇ ઝાલરીયા (૩૮) અને હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા (૩૬) રહે.બંને રીલાયન્સનગર સોસાયટી રવાપર રોડ મોરબીની ઉપરોકત મારામારીના ગુનામાં ધરપકડ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News