મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના સુંદરીભવાની ગામે બાઇક અડી જવાની બાબતે યુવાનને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો


SHARE







હળવદના સુંદરીભવાની ગામે બાઇક અડી જવાની બાબતે યુવાનને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો

હળવદના સુંદરીભવાની ગામે યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં એક વ્યક્તિને બાઈક અડી ગયું હતું જેથી યુવાન સાથે બોલાચાલી કરીને ચાર શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકાપાટુનો તથા લાકડી વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને ફેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો મોદી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના સુંદરીભવાની ગામે રહેતા મેહુલભાઈ રસિકભાઈ સરવૈયા (26)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવાભાઈ રમુભાઈ ભરવાડ, પીન્ટુભાઇ સીણાભાઇ, શંકરભાઈ પોપટભાઈ અને જયેશભાઈ ગોકળભાઈની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તે ગામમાંથી બાઈક લઈને જતો હતો ત્યારે જીવાભાઈ ભરવાડને બાઇક અડી ગયું હતું જેથી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પીન્ટુભાઇ, શંકરભાઈ અને જયેશભાઈએ લાકડી લઈને આવ્યા હતા અને ચારેય શખ્સોએ ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ઢીકાપાટુનો અને લાકડી વડે મારમાર્યો હતો જેથી ફરિયાદીને જમણા હાથમાં ફેકચર અને બંને પગમાં તથા શરીરને મુંઢ ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News