મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે યુવાને તેના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીના મકનસર ગામે યુવાને તેના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના મકનસર ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા વિનોદભાઈ શામજીભાઈ સિહોરા (23) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બળદેવભાઈ દેત્રોજા ચલાવી રહ્યા છે

ચાર બોટલ દારૂ

મોરબીના મહેન્દ્રનગર ગામે આઈ.ટી.આઈ કોલેજ પાસે પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા નીતાબેન ડાભી મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 372 ની કિંમતની દારૂની બોટલો કબ્જે કરી હતી અને આરોપી નીતાબેન પ્રકાશભાઈ ડાભી (31) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા પકડાયા

મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશભાઈ સાતોલા (40) રહે. ત્રાજપર ખારી મોરબી અને શોભનાબેન મુકેશભાઈ સુરેલા (27) રહે. ઇન્દિરાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ 700 રૂપિયાની રોકડ સાથે બંનેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News