સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી


SHARE





ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી

ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર તથા 8 કિલોની  તાંબાની પ્લેટની ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ 25,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે તેમજ પવનચક્કીમાં તોડફોડ કરીને 5,000 રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ટંકારાની ધર્મભક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પુનિતભાઈ રામનાથ રાવલ (34)અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર એમટીએન-01 ના ગેટનો નકૂચો તોડીને કન્વર્ટ કેબિનમાંથી 10 મીટર અર્થીંગ કેબલ જેનો કુલ વજન ૧૫ કિલો તથા 8 કિલો વજનની તાંબાની એક પ્લેટ આમ કુલ મળીને 25,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે તથા પવનચક્કીની વસ્તુઓમાં તોડફોડ કરીને 5 હજાર રૂપિયાની કિંમતનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News