મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમા ફાયબર ઓપ્ટિક કેબલ કપાતા ઓનલાઇન કામગીરી ઠપ્પ, લોકો હેરાન


SHARE







મોરબીમા ફાયબર ઓપ્ટિક કેબલ કપાતા ઓનલાઇન કામગીરી ઠપ્પ, લોકો હેરાન

મોરબીની એલઈ કોલેજ પાસે રોડ બનાવવાની કામગીરી ચાલુ હોય તે દરમિયાન બીએસએનએલની ફાયબર ઓપ્ટિક કેબલ તુટી જતા ગઇકાલના બપોરે એકાદ વાગ્યા બાદ મોરબીની તમામ સરકારી કચેરી, પોલીસ સ્ટેશનોમાં ઓનલાઇન કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. કનેક્ટિવિટી ખોરવાતા સરકારી કચેરીઓમાં કામ માટે આવેલ લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.

મોરબી તાલુકા સેવા સદનના જનસેવા કેન્દ્રમાં સર્વર ડાઉન થઈ ગયા બાદ કનેક્ટિવિટી ખોરવાઈ જતા જી-સ્વાન ટિમ ફોલ્ટ શોધવા ઊંધે માથે થઇ હતી.બાદમાં માલુમ પડયુ કે એલ.ઈ.કોલેજ રોડ ઉપર પાલિકા દ્વારા રસ્તાની કામગીરી માટે ખોદકામ શરૂ કરાતા ત્યાં ફાયબર ઓપ્ટિક કેબલ તૂટી જવાનું ધ્યાને આવતા જી-સ્વાન ટિમ દ્વારા બીએસએનએલને જાણ કરાકા રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે.તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, તમામ પોલીસ મથકોનું ઇન્ટરનેટ નેટવર્ક ખોરવાઈ જતા તમામ ઓનલાઇન કામગીરી ઠપ્પ થઈ ગઇ હતી.જેને પગલે લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.

નોંધનીય છે કે તારીખ ૨૫-૬ થી ૫-૭ સુધી આરટીઇના ફોર્મ ભરવાની તારીખો છે અને તેના માટે જુદા જુદા દાખલાઓ લેવા માટે લોકો લાઈનમાં લાગ્યા હતા દરમિયાનમાં ઉપરોકત ફોલ્ટ સર્જાતાં આજના દિવસ કામ થઈ શકયું ન હતું અને બીજા દિવસે શનિ-રવિની રજા આવતી હોય ત્રણ દિવસ સુધી લોકોએ દાખલો મેળવવા માટે હેરાન થવું પડ્યું હતું.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News