મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 16 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 16 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા

કચ્છ બાજુથી બોલેરો પીકપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક ભેંસના પાડાઓને ભરીને જામનગર તરફ કતલખાને લઈ જવાના છે તેવી હકીકત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેના આધારે પીપળીયા ચાર રસ્તા પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ બોલેરો ગાડીને રોકીને ચેક કરતા તેમાંથી કતલખાને લઈ જવાતા 16 પાડા મળી આવતા તેને બચાવીને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેરના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, હિન્દુ વાહિની શહેરના પ્રમુખ ચેતનભાઇ પાટડીયા તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના ગૌરક્ષા મોરબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે કચ્છ બાજુથી બોલેરો ગાડી આવી રહી હતી અને જામનગર તરફ કતલખાને પાડાને લઈને જઇ રહી હતી ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 6296 ને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર ભેંસના 16 પાડાને જામનગર તરફ કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને તેને મોરબી પાંજરાપોળ ખાતે મુકવામાં આવે છે જ્યારે વાહન લઈને જઈ રહેલા શખ્સને વાહન સાથે મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવતા પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News