મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે યુવાનને ઘર પાસેથી બાઇક લઈને નીકળે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી: બંનેપક્ષેથી ફરિયાદ


SHARE







હળવદના જુના ઇસનપુર ગામે યુવાનને ઘર પાસેથી બાઇક લઈને નીકળે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી: બંનેપક્ષેથી ફરિયાદ

હળવદના જુના ઇસનપુર ગામે અગાઉ કરવામાં આવેલ હુમલાની ફરિયાદ કરવામાં આવી હતી દરમ્યાન યુવાન બાઇક લઈને ઘર પાસેથી નીકળતા તેને રોકીને ઘર બાજુ બીજી વખત નીકળીશ તો ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ગાળા ગાળી અને બોલાચાલી થયેલ હતી અને હવે બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો સોંડાભાઈ સારોલા (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ બાલાભાઈ મકવાણા તથા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા રહે. બંને જુના ઇસનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીઓના ઘર પાસેથી ફરિયાદી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જગદીશભાઈએ તેના બાઇકને ઉભું રખાવ્યું હતું અને ઘર બાજુ બીજી વખત નીકળીશ તો ટાંટિયા ભાંગી નાખીશ તેવી મારી નાખવાની ધમકી આપી હતી તથા ગાળો આપી હતી જ્યારે પરાક્રમે હાથમાં લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

જ્યારે સામાપક્ષેથી જૂના ઇસનપુર ગામે રહેતા પરાક્રમ ઉર્ફે પ્રકાશભાઈ છનાભાઈ મકવાણા (25)એ મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ સોંડાભાઈ સારોલા રહે. જુના ઇસનપુર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કેઆરોપીના કુટુંબના માણસોએ અગાઉ ફરિયાદીના પિતા છનાભાઈ ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો જે બાબતે ફરિયાદ કરેલ હોય જેથી સાહે જગદીશભાઈએ આરોપીને પોતાના ઘર પાસેથી નહીં નીકળવા કહ્યું હતું ત્યારે આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડની રા લઈ ફરિયાદીને મારવા આવીને ધમકી આપેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News