મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના અયોધ્યાપૂરી રોડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE











મોરબીના અયોધ્યાપૂરી રોડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ

 

મોરબી શહેરના અયોધ્યાપૂરી મેન રોડ પર આવેલ પાનની દુકાન પાસે ઉભા રહીને મોબાઇલમાં લાઈવ મેચ જોઈમે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ પર ક્રિકેટ સટ્ટો રમવામાં આવતો હતો જેથી કરીને હાલમાં પોલીસે એક શખ્સની ૬૮૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલ કોહિનૂર પાન પાસે ઉભેલ રાજેશભાઈ રતિલાલભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (ઉંમર ૩૭) રહે. વાવડી રોડ, સુમતીનાથ સોસાયટી વાળો મોબાઇલ ફોનમાં લાઇવ ગુરુ એપ્લીકેશનથી લાઇવ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ જોઈને મેલબોર્ન સ્ટાર અને સિડની થ્ંડર ની મેચ ઉપર આરોપી ધર્મેશ પટેલ રહેરવાપર રોડ વાળાની સાથે ક્રિકેટ સટ્ટો રમતા હતો જેથી પોલીસે તેની પાસેથી ૧૮૦૦ રૂપિયાની રોકડ અને પાંચ હજાર રૂપિયાની કિંમતમાં મોબાઈલ આમ કુલ મળીને ૬૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને ધર્મેશ પટેલ નામના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News