મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદમાં ઝઘડાનું સમાધાન કરવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







હળવદમાં ઝઘડાનું સમાધાન કરવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો

હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઝઘડો થયો હતો જેનું સમાધાન કરવા માટે સાહેદોની સાથે તે બાપા સીતારામ મઢુલી પાસે ગયો હતો ત્યારે વાતચીત ચાલી રહી હતી દરમિયાન સામેવાળાએ ઉશ્કેરાઈ જઈને છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને ગળાના ભાગ ઉપર છરી મારી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર વિસ્તારમાં લાંબી ડેરી રામાપીર ચોક પાસે રહેતા અરવિંદભાઈ રામજીભાઈ સુરાણી (19) નામના યુવાને સાહિદ ઉર્ફે સાહિલ અનવરભાઈ મકરાણી રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને આરોપી સાથે ઝઘડો થયો હતો તે બાબતનું સમાધાન કરવા માટે તે સાહેદોને સાથે લઈને બાપા સીતારામ મઢુલી પાસે આવેલ કોમ્પલેક્ષ નજીક ગયો હતો અને ત્યાં સમાધાન માટેની વાતચીત ચાલી રહી હતી દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ ફરિયાદીને મારી નાખવાના ઇરાદે આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News