હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત

વાંકાનેરના રાણેકપર પાસે બાપાસીતારામની મઢુલી નજીકથી નેશનલ હાઈવે રોડ ઉપર જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે અજાણ્યુ જાનવર આવી ગયું હતું જેથી તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ તરૂણને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે, તરૂણનું સારવારમાં મોત નીપજયું છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે રહેતા રણજીતભાઈ સાગઠીયાનો 15 વર્ષનો દીકરો દીપ ગત તા. 24/9 ના રોજ તેના મિત્ર કિશનભાઇ સાથે બાઈકમાં બેસીને ઘરે પરત આવી રહ્યો હતો અને ત્યારે રાણેકપર ગામ નજીક બાપાસીતારામની મઢુલી પાસે નેશનલ હાઈવે રોડ તરફ જવાના રસ્તા ઉપર તેઓના ડબલ સવારી બાઈકની આડે કોઈ અજાણ્યુ જાનવર આવ્યું હતું જેથી તેની સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દીપ સાગઠીયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું અને આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કિશનને પણ ઇજાથઈ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના સામેકાંઠે સર્કિટ હાઉસ પાસે વિકાસ પાર્ક ખાતે આવેલ નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાર્થ દિલીપભાઈ સંઘવી નામના 23 વર્ષના યુવાને કોઈ કારણસર તેના ઘરે ફિનાઇલ પી લીધુ હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ તથા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે સિરામિક સીટી ખાતે રહેતા ભાનુપ્રતાપસિંહ રામપ્રતાપસિંહ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનને તેના ઘર ખાતે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે સીવીલે ખસેડવામાં આવ્યો હતો. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News