મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE







સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ઈદે મિલાદુન્નબીનો તહેવાર નબીએ પાકના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં ભાઈચારાની ભાવના સાથે હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં સેવા-સમર્પણની ભાવનાથી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસર ઉપર અનોખું આયોજન કરાયું છે અને મોરબીની સીવીલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે અને આગમી શુક્રવાર તા. ૦૫/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ મેમણ કોલોની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સમાજના યુવાનો સહિતના લોકો દ્વારા રક્તદાન કરવામાં આવશે અને આયોજકોનું કહેવું છે કે માનવસેવામાં રક્તદાન સૌથી મોટું દાન છેઅને કોઈપણ વ્યક્તિએ કરેલ રક્તદાન અન્ય વ્યક્તિનું જીવન બચાવવા માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીફભાઈ મેમણ (9727178692), આશીફભાઈ ઘાંચી (9913347181), સોહીલભાઈ મેમણ (9624329267) તથા ફેઝલભાઈ મેમણ (9712922473) સહિત હઝરત બાવા અહેમદશાહ ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News