મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના સાપર પાસે સિરામિક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત


SHARE











મોરબીના સાપર પાસે સિરામિક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

મોરબીના જેતપર રોડ પર આવેલ સાપર ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરની અંદર યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હાલમાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામ પાસે સ્કાય ટચ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા જશવંતભાઈ છોટેરામ આહિરાણાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે સ્કાય ટચ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા રાકેશ આદિવાસી (ઉંમર વર્ષ ૩૦) નામને તેના કવાર્ટરમાં પંખા સાથે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને આ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં આ બનાવની તપાસ એએસઆઈ આર.બી. વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે અને તેઓએ વધુમાં જણાવ્યું છે કે મૃતક યુવાનનું નામ મળેલ છે જો કે, તેના વાલી વારસને શોધવા માટે તપાસ ચાલી રહી છે

આરોપી ઝડપાયો

મોરબીનાં આમરણ ગામે અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતોત્યાર બાદ આશીફમીયા અબ્બાસમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૨૨)એ પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચાર આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે યાસીનમીયા બાવામીયા બુખારી રહે, દાવલશા વાસ આમરણ વાળાની ધરપકડ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે સીએનજીના પંપની આગળના ભાગમાં પસાર થતા યુવાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી માટે પોલીસે ૭૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં બાપા સીતારામની મઢૂલી પાસે રહેતા અજીત ઉર્ફે રાહુલ બાબુભાઈ ઓગણજા જાતે દેવીપુજક (ઉંમર ૧૯) નામના શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News