મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના આગેવાને કર્યો વિરોધ


SHARE







મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા અને નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપવા સામે ભાજપના આગેવાને કર્યો વિરોધ

ભારત એક કૃષિપ્રધાન દેશ છે છતાં ખાતર માટે ખેડૂતો હેરાન થાય છે ત્યારે મોરબી જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતોને નેનો યુરિયાની બોટલ ફરજિયાત ન આપવામાં આવે તેના માટે ભાજપના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા ભાજપના યુવા કિસાન અગ્રણી અજયભાઈ અને મોરબી જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણીકલેક્ટર કે.બી.ઝવેરીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશથી થતા કૃષિ ઉત્પાદનોની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવી જોઈએ. આ પગલું દેશના ખેડૂતોને તેમના પાકનો પૂરતો પોષણક્ષમ ભાવ મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત ડીએપી (DAP) અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવે, ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે આપવા સામે વિરોધ કર્યો છે અને જે વિતરણ કેન્દ્ર ઉપરથી ફરજિયાત પણે નેનો યુરિયાની બોટલનું વેચાણ કરતા હોય તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News