મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું સુરત ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ લઈ શકાશે મોરબીનું ગૌરવ: અર્જુન સરાસવાડિયા સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ- દેશમાં 21 માં ક્રમે મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

હળવદ ખાતે મહિલા અને બાળ આરોગ્ય  દિવસની ઉજવણી કરાઈ


SHARE









હળવદ ખાતે મહિલા અને બાળ આરોગ્ય  દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમીતિના ચેરમેન લીલાબેન પરમારના અધ્યક્ષસ્થાને ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી બ્રહ્મ સમાજની વાડી, હળવદ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કિશોરીઓ, બાળકો અને મહિલાઓ માટે આઈસીડીએસની યોજનાઓ તથા આરોગ્ય બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા THR માંથી બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું તથા કિશોરીઓની આરોગ્ય તપાસણી પણ કરવમાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.ત્રિવેદી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય, RBSK હળવદના મેડીકલ ઓફિસર ડો. ચંદનીબેન તથા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ અને આંગણવાડીના કર્મચારીઓ તથા કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News