સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક કારની પાછળ કાર અથડાતાં અકસ્માત, ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE





ટંકારાના મીતાણા નજીક કારની પાછળ કાર અથડાતાં અકસ્માત, ઇજા પામેલ મહિલા સારવારમાં

ટંકારા તાલુકાનાં મીતાણા ગામ પાસેથી યુવાન કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ કાના ચાલકે યુવાનની કારમાં પાછળથી ઠોકર મારી હતી જેથી કાર અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો અને ત્યારે યુવાનની કારમાં બેઠેલ મહિલાને ખભાના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હોવાના કારણે તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓખાના રહેવાસી અને હાલમાં ભુજના મહાવીરનગર પ્રશાંત પાર્ક ખાતે રહેતા ચિરાગભાઈ શૈલેષભાઈ ચાવડા (19)કાર નંબર જીજે 36 એલ 3581 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે અને સાહેદો તેમની કાર નંબર જીજે 1 એચએન 0067 લઈને સોમનાથથી ભુજ તરફ જઈ રહ્યા હતા ત્યારે મીતાણા ગામ નજીક આરોપીએ પોતાની કાર બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીની કારની પાછળ અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો તે બનાવમાં ફરિયાદીની કારમાં બેઠેલા અનિતાબેનને ડાબા ખભામાં ફેકર જેવી ઈજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીની કારમાં નુકસાન થયું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News