સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)માંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ પકડાયો


SHARE





માળીયા (મી)માંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ પકડાયો

માળીયા (મી)માં આવેલ ભોડી વાંઢ વિસ્તારમાં મોટા પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા (મી)ના પીઆઈ કે.કે.દરબારની સુચના મુજબ સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે દરમિયાન પંકજભાઈ અને બીપીનભાઈને મળેલ બાતમી આધારે મોટાપીરની દરગાહ પાસેથી ભોડી વાંઢ વિસ્તારનો રહિસ સદ્દામભાઈ નોતિયાર પસાર થઈ રહ્યા હોય તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને 5,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી દ્દામ હબીબભાઈ નોતીયાર (૩૩) રહે. ભોડી વાંઢ વિસ્તાર માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ કરી છે




Latest News