મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો 


SHARE







મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો 

મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ હેઠળ જિલ્લાવાસીઓને વિવિધ સહાય અને યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે કિચન ગાર્ડન બનાવવા માટે લાલબાગ ખાતે બાગાયત કચેરીએ વિવિધ શાકભાજીના બિયારણનું રાહત દરે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સરકારશ્રીની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કેનિંગ અને કિચન ગાર્ડન યોજના અંતર્ગત શહેરીજનોને ઘર આંગણે કિચન ગાર્ડન ઊભા કરવાના હેતુસર ભીંડા, ગુવાર, રીંગણ, મરચા, ચોળી, પાપડી, દૂધી, તુરીયા, ગલકા, કાકડી, મુળા જેવા શાકભાજીના બિયારણ હાલ રાહત દરે ઉપલબ્ધ છે. વધુમાં કિચન ગાર્ડનિંગને લગત માર્ગદર્શન પણ આ કચેરી ખાતે પૂરું પાડવામાં આવશે જેથી શાકભાજીના બિયારણ મેળવવા તેમજ માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી, ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ નો ( જાહેર રજાના દિવસો સિવાય) સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયુ છે.






Latest News