મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો


SHARE











વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો

વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદાજુદા સમયે પકડાયેલ કુલ ૧,૪૩,૬૭,૫૦૨ ના વિદેશી દારૂના મુદ્દામાલનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.

રાજકોટના આઇજી અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવા સુચના આપવામાં આવી હતી જેથી એસપી રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધીક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં અલગ અલગ રેડ કરવામાં આવી હતી જેમાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો તેનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી લેવામાં આવી હતી જેથી વાંકાનેર-ચોટીલા ને.હા. રોડ પાસે ગારીડા તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વાંકાનેર તાલુકાના ૧૮ ગુનાની ૩૨,૦૨૯ બોટલ જેની કિંમત ૧,૪૨,૮૮,૬૮૦ તથા વાંકાનેર સીટીના ૬ ગુનાની ૧૬૬ બોટલ જેની કિંમત ૭૮,૮૨૨ આમ કુલ મળીને ૨૪ ગુનામાં પકડાયેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ જેની કુલ કિંમત ૧,૪૩,૬૭,૫૦૨ થાય છે તેનો નાશ કરવામાં આવેલ છે. ત્યારે વી.ડી.સાકરીયા અને એસ.એચ.સારડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા






Latest News