વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર સાવધારના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE











મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર સાવધારના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપી સાગર સાવધાર રિમાન્ડ ઉપર હતો જેના ગઇકાલે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. અને આ આરોપીની પૂછપરછમાં જેના નામ સામે આવ્યા છે તેના નિવેદન લેવા માટેની કામગીરી હાલમાં સીઆઇડી દ્વારા કરવામાં આવી રહી છે.

મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 વાળી જમીન કૌભાંડની માર્ચ-૨૦૨૫ માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે મહિલા સહિત બે લોકોની સામે નામ જોગ અને તપાસમાં જેના નામ સામે આવે તે રીતે ફરિયાદ લેવામાં આવી હતી અને આ ગુનાની તપાસ સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમ કરી રહી છે તેવામાં આ ગુનામાં સાગર નવઘણભાઇ સાવધાર (39) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો અને તે આરોપીના ગઇકાલે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને સીઆઇડીની ટીમે આરોપીને જેલ હવાલે કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ સાગર રબારી એ આરોપી શાંતાબેનના ઘર સુધી જઈને તેનો સંપર્ક કર્યો હતો, શાંતાબેનનું બેન્ક એકાઉન્ટ ખોલવ્યું હતું, બેંકમાં જે ફોર્મ ભરવામાં આવ્યું તેમાં સહી કરી હતી અને શાંતાબેનનું જે બોગસ પાન કાર્ડ બનાવ્યું હતું જેથી તેની પૂછપરછમાં જે લોકોના નામ સામે આવ્યા છે તેઓના નિવેદન લેવા માટેની કાર્યાવહી હાલમાં સીઆઇડીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News