મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક સર્વિસ રોડે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE







મોરબીના મકનસર નજીક સર્વિસ રોડે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા

મોરબીના મકાનસર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ સામે સર્વિસ રોડ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઇકને હડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે ઈજા પામેલા બીજા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જોધપર ગામે રહેતા જાહીદઅહેમદભાઈ મામદહુશેનભાઈ શેરસીયા (22)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 3 ડબલ્યુ 8434 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા મોનભાઈ મહેબૂબભાઈ દેકાવડિયા (21) રહે. કોઠી તાલુકો વાંકાનેર વાળા મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસે મોરબી તરફ આવવાના સર્વિસ રોડ ઉપરથી બાઈક નંબર જીજે 3 ડિક્યું 1645 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે મોનભાઈ મહેબૂબભાઈ દેકાવડિયાને શરીરે ગંભીર ઇજા થહોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા ફરિયાદીએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સાથે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે

સાપ કરડી જતાં સારવારમાં

મોરબીના રાપર ગામે રહેતા જમુબેન આકાશભાઈ પરમાર (25) નામના મહિલાને ગામની સીમ વિસ્તારમાં હતા ત્યારે સા કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

સગીરા સારવારમાં

મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા મનુભાઈ આદિવાસીની 11 વર્ષની દીકરી રોશનીને જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News