મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામની સામેના ભાગમાંથી પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે યુવાન ચડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કાંતિભાઈ દેવજીભાઈ સરવૈયા (45) નામનો યુવાન કોઈ કારણોસર જેપુર ગામ પાસેથી પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર નવલખી ફાટકથી આગળના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

અજાણી કારના ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામે રહેતા સંગીતાબેન બચુભાઈ ગઢવાલ (31) અને બચુભાઈ કુકીયાભાઈ ગઢવાલ (32) નામના બે વ્યક્તિ નોકેન સિરામિક કારખાના પાસેથી જતાં હતા ત્યારે પગપાળા જઈ રહેલા બંને વ્યક્તિઓને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા આવી જ રીતે ઘૂટું રોડે આવેલ શ્યામ પાર્કમાં રહેતા જીલ લક્ષ્મણભાઇ પટેલ નામના વ્યક્તિને અજાણી કારના ચાલકે ડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે. 






Latest News