મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા


SHARE







હળવદના નવી જોગ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

હળવદ તાલુકાના નવી જોગ ગામે મેન બજારમાં મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,320 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેન બજારમાં રહેતા ભરતભાઈ મજેઠીયાના રહેણાંક મકાન પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ માવજીભાઈ મજેઠીયા (42) રહે. નવી જોગ, મહિપતભાઈ પુંજાભાઈ ઝિંઝવાડીયા (50) રહે. જૂની જોગ, રમેશભાઈ બચુભાઈ મહાલીયા (50) રહે. ખોડ અને કિશોરભાઈ સોંડાભાઈ શંખેસરિયા (50) રહે. કીડી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,320 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં વૈભવ પરિસરમાં રહેતા નીતાબેન રમેશભાઈ પારસણીયા (54) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા આવી જ રીતે મોરબીમાં આવેલ ચિંચા કંદોઈની શેરીમાં રહેતા પ્રફુલભાઈ ગોકળદાસ ચેતા (58) નામના વૃદ્ધ ગ્રીનચોક પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં તેમને ઈજા થવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. અને બંને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News