મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ


SHARE











ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં આજે સવારથી જ વરસાદી માહોલ હતો દરમિયાન સાંજના સમયે જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ થયો હતો જોકે, ટંકારા તાલુકામાં મેઘરાજા મહેરબાન હોય તેમ બે કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ થયો હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો અડધો વરસાદ વરસી ગયો છે અને મોરબી શહેરના અલગ અલગ બે વિસ્તારમાં વીજળી પડી હતી.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે જુદા જુદા જિલ્લાઓની અંદર દે ધનાધન મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ધીમીધારે છેલ્લા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારથી જિલ્લાના પાસે તાલુકામાં વરસાદી માહોલ હતો જો કે, સાંજના ચારેક વાગ્યાથી ધીમીધારે પાંચે તાલુકામાં વરસાદ શરૂ થયો હતો દરમિયાન ટંકારા તાલુકાના ઓટાળા, નાના રામપર સહિતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ 4 થી 6 દરમિયાન બે કલાકમાં વરસી ગયો છે અને લગભગ ટંકારા તાલુકામાં સવા બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને મોરબીના લોકોના કહેવા પ્રમાણે મોરબીના મહાજન ચોકમાં તથા લાતી પ્લોટ વિસ્તારમાં જુદી જુદી બે જગ્યાઓએ આકાશી વીજળી પડી હતી પરંતુ કોઈ નુકસાનીને કોઈને ઇજા થયેલ નથી.






Latest News