મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગના કાર્યક્રમોનું આયોજન


SHARE











મોરબી જીલ્લામાં મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગના કાર્યક્રમોનું આયોજન

મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવા બાબત જિલ્લા કલેક્ટર કિરણ બી. ઝવેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદ અન્વયે સર્વે જિલ્લાવાસીઓને ૨૧ જૂનના રોજ વહેલી સવારે ૬ થી ૮ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગની દૈનિક જીવનનો ભાગ બનાવવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉર્જા અને ઉત્સાહ સાથે કરવામાં આવનાર છે. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેમાં અંદાજિત ૨૫૦૦ જેટલા લોકો સહભાગી બનશે. મોરબી મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મણીમંદિર ખાતે યોજાશે જેમાં પણ અંદાજિત ૧૦૦૦ જેટલા લોકો સહભાગી બની છે. તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોમાં ટંકારા તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એમ.પી. દોશી હાઇસ્કુલ ખાતે, માળીયા (મી) તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે, હળવદ તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે અને વાંકાનેર તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા મેદાન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક કાર્યક્રમ દીઠ ૧૦૦૦ લોકો મળી ૪૦૦૦ હજાર લોકો સહભાગી બનશે. ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી ૭૫૩ શાળાઓ, જિલ્લાની વિવિધ કોલેજ, ૩ સીએચસી, ૩૦ પીએચસી, ૩૫૦ ગ્રામ પંચાયત ઉપરાંત સરકારી બગીચાઓ, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટર કિરણ બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News