મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

પહેલા જ વરસાદમાં નદી બે કાંઠે !: મોરબીના મચ્છુ-2 ડેમમાં નવા ફિટ કરેલા 33 દરવાજનું ફાઇનલ ટેસ્ટિંગ બાકી હોય નદીમાં 4806 કયુસેક પાણીની જાવક-પાણીનો વેડફાટ


SHARE













પહેલા જ વરસાદમાં નદી બે કાંઠે !: મોરબીના મચ્છુ-2 ડેમમાં નવા ફિટ કરેલા 33 દરવાજનું ફાઇનલ ટેસ્ટિંગ બાકી હોય નદીમાં 4806 કયુસેક પાણીની જાવક-પાણીનો વેડફાટ

મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવા માટેની કામગીરી ચાલુ વર્ષે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તે કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગયેલ છે જોકે ફાઈનલ ટેસ્ટિંગ હજુ કરવાનું બાકી છે જેથી છેલ્લા બે દિવસથી મોરબીના મચ્છુ-2  ડેમના કેચમેંટ વિસ્તારમાં તથા તેના ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ડેમમાં સંગ્રહ કરવાના બદલે દરવાજાને ખુલ્લા રાખીને હાલમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી સોમવારે રાતે આઠ વાગ્યે ડેમમાંથી 4806 કયુસેક જેટલી પાણીની જાવક મચ્છુ નદીમાં થઈ રહી છે જેથી મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

મોરબી જિલ્લામાં આવેલ 10 ડેમ પૈકીનો મહાકાય મોરબીનો મચ્છુ-2 ડેમ મોરબી તથા માળિયા તાલુકાના લોકોને બાર મહિના પીવા અને સિંચાઈનું પાણી પૂરું પડે છે અને આ ડેમ ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય એટલે એક વર્ષ સુધી મોરબી અને માળિયા તાલુકાના લોકોને પાણીની ચિંતામાંથી મુક્તિ મળી જાય છે. જોકે આ ડેમના દરવાજા જુના અને જર્જરીત જેવા થયા હોવાના કારણે કોઈપણ પ્રકારનું જોખમ ભવિષ્યમાં ઊભું ન થાય તે માટે સરકાર દ્વારા ગત વર્ષે 38 પૈકીના 5 દરવાજાઓને બદલવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ચાલુ વર્ષે મચ્છુ-2 ડેમના 33 દરવાજા એક સાથે બદલવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ડેમના દરવાજા બદલાવવા માટેની કામગીરી મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાની હતી જોકે જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને ગઈકાલે સોમવારે સાંજે છેલ્લા દરવાજામાં જે વેલ્ડીંગ કામ બાકી હતું તે પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે સોમવારની રાતે તથા મંગળવારના દિવસ દરમિયાન મોરબીના મચ્છુ-2 ડેમના કેચમેટ વિસ્તારમાં તથા તેના ઉપરવાસમાં એટલે કે વાંકાનેર તથા ચોટીલા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી અને ક્રેસ્ટ લેવલ એટલે કે દરવાજાથી નીચેના ભાગમાં જે પાકું બાંધકામ હોય છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયું હતું.

જોકે દરવાજા હું ફાઈનલ ટેસ્ટિંગ હજુ બાકી હોવાના કારણે મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા નથી અને હાલમાં ડેમમાં જે પાણી આવે છે તેને મચ્છુ નદીમાં જવા દેવામાં આવી રહ્યું છે. જેથી કરીને મચ્છુ નદી પહેલા જ વરસાદે બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે વધુમાં ડેમના સેક્શન ઓફિસર ભાવિન પનારા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મંગળવારે સાંજના આઠેક વાગ્યાના સમયથી મચ્છુ નદીમાં 4806 ક્યુસેક જેટલું પાણી મચ્છુ-2 ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે જેથી લોકોને પહેલા જ એલર્ટ કરવામાં આવ્યા હતા. જો કે, વરસાદ વિરામ લે એટ્લે એકાદ બે દિવસની અંદર ડેમમાં નવા ફીટ કરવામાં આવેલા દરવાજાનું ફાઈનલ ટેસ્ટિંગ કરી નાખવામાં આવશે ત્યારબાદ ડેમના દરવાજાઓને બંધ કરીને ડેમમાં પાણી ભરવાનું શરૂ કરાશે.






Latest News