હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં બુટલેગરે સરકારી જમીન ઉપર બનાવેલ મકાન પોલીસ-મામલતદારે તોડી પાડ્યું, 1 કરોડની જમીન દબાણ મુક્ત


SHARE







મોરબીમાં બુટલેગરે સરકારી જમીન ઉપર બનાવેલ મકાન પોલીસ-મામલતદારે તોડી પાડ્યું, 1 કરોડની જમીન દબાણ મુક્ત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કાંતિનગરમાં સરકારી જમીન ઉપર બુટલેગર દ્વારા રહેણાંક મકાનનું દબાણ કરવામાં આવ્યું હતું અને 150 ચોરસ મીટર જમીન ઉપર કરવામાં આવેલા દબાણને તોડી પાડવા માટે થઈને અગાઉ નોટિસ આપવામાં આવી હતી જોકે, દબાણ કરનાર શખ્સે પોતાનું દબાણ દૂર કર્યું ન હતું જેથી આજે ડીવાયએસપી, મામલતદાર અને પીઆઇ સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ બાંધકામ ઉપર બુલડોઝર ફેરવીને અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણને તોડી પાડવા માટે થઈને છેલ્લા ઘણા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કાંતિનગરમાં સરકારી જમીન ઉપર બુટલેગર અનવર હાજી માલાણી ઉર્ફે અનવર દડી દ્વારા રહેણાંક મકાનનું દબાણ કરવામાં આવ્યું હતું અને અંદાજે 150 ચોરસ મીટર સરકારી જમીન ઉપર તેણે રહેણાંક મકાન બનાવ્યું હતું જે દબાણને દૂર કરવા માટે થઈને અગાઉ મોરબી તાલુકા મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ દબાણ કરનાર શખ્સે જાતે પોતાનું દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલી કરી ન હતી.

જેથી આજે મોરબીના ડિવાયાએસપી પી.એ. ઝાલા, મોરબી તાલુકા મામલતદાર એમ.ટી. ધનવાણી તથા બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવા સહિતનો કાફલો બુલડોઝર સાથે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ત્યાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ મકાનના દબાણને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું અને વધુમાં મામલતદાર કચેરીના સ્ટાફ પાસેથી મળતી વિગત પ્રમાણે ડિમોલેશન કરીને અંદાજે એકાદ કરોડ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે. અને દબાણ કરનાર શખ્સ પાસેથી સરકારના નિયમ મુજબ દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.






Latest News