મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા વકીલે તેના કર્મચારી પાસે પાછા માંગતા ચાર શખ્સોએ મારમાર્યો: મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા વકીલે તેના કર્મચારી પાસે પાછા માંગતા ચાર શખ્સોએ મારમાર્યો: મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર પાસે આવેલ બોની પાર્કમાં રહેતા વકીલને ત્યાં કામ કરતા કર્મચારીને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા તેણે પાછા માંગતા તે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા અને પાઈપ વડે વકીલને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા વકીલ દ્વારા સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે બોની પાર્ક ધરતી ટાવર-૧ ના ફ્લેટ નંબર ૪૦૧ માં રહેતા અને વકીલાત કરતા વિજયભાઈ કેશવજીભાઈ સરડવા (૪૯) એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રફિકભાઈ નુરમહમદભાઈ સિપાઈ, મકબુલ, સાહિલ તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપી રફિકભાઈ સિપાહી અગાઉ ફરિયાદીની દુકાનમાં નોકરી કરતો હતો અને ત્યારે તેણે ફરિયાદી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલા હતા જે રૂપિયા ફરિયાદીએ તેની પાસે પાછા માંગતા તે બાબતનો ખાર રાખીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શુભ કોર્પોરેટ હબ ના ગ્રાઉન્ડમાં ચારેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને રફીકભાઈ સિપાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને વકીલ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News